Monday, October 26, 2009

' વ્યથા '



લો આ ઍક નવી પ્રથા ! ?
ઍમાં પણ છે ઍક વ્યથા !
શાળાઓ બની હાટડીઓ
ધમ - ધમે છે યથા - તથા !
ને ;
હાટડીઍ બેઠાં વેપારીઓ,
જાણે ઍક મોટી જફા ?
ને ઍમાંય વળી,
અધૂરા કારીગરો,
કરતાં નિત્ય ઍક જ કથા !
અરે !!!
પણ આ શું ?!
શાળા મકાન ચણનાર મજુર - બાળ,
નથી ઘડી શકતોં નિજ અભ્યાસની દિવાલ ?!
પડ્યા રહી ઑટલે શાળાના,
કરતાં રોટલનાં ચૂથે - ચૂથા
કવિ કહે...
બોલો શું આ નથી ઍક વ્યથા ...?!

- કૌશિક ઍસ પટેલ


' સબંધોના તાણા - વાણા '



છું ઍક છીપલું , કિનારે પડ્યો રહું છું.
પણ નજર સામે રહે છે દરિયો આખો
ને નથી થયો હજી આંખોનો અરીસો ઝાંખો,
કોના કેવા મન ને કોની ફૂટી છે પાંખો
આવો જોઈઍ જો હોઈ 'સંજય' આંખો
જોઈ સમજીને વિચારી લેજો,
પડ્યાં છે સંબંધોના તાણા - વાણા લાખો !
છે બંધાયા ઍક તાંતણે, પણ વિચાર સાવ નોખો !
ઘરનું ઘરમાં, અને બહારનું બહાર,
હવે તો ઍક તાંતણુ ઍ પણ રાખો !
ઘડિયાળના ઍક જ ચક્કરે
સ્વાદ કઈંક અનેરો ચાખો !
કોણ કેવુ રહે છે જોડે
સગા સદા ઍ ધ્યાનમાં રાખો !
સાંભળ્યું છે માણસ ચહેરા પહેરે,
તે તો ઘડીઍ - ઘડીઍ બદલી નાંખો !
અ રે રે ! સંબંધોનો આટલો બધો ડખો !
પછી ફરીથી ક્યાંથી અવતરે 'અખો' !
ને તમેય ઝટ હવે નજર બદલી નાંખો...

- કૌશિક ઍસ પટેલ.

Wednesday, October 21, 2009

પર્વતની ટોચે ખિલ્યુ ઍક ગુલાબ...

પર્વતની ટોચે ખિલ્યુ ઍક ગુલાબ, જાત્રા ફળી.
સોનેરી સમણાઓની જાણે ઍક, માત્રા મળી.
ખલ ખલ ઝરણાં... વહે છે વાણી,
જાણે અરણ્યની કોઈ વાત તાણી.

મનુષ્ય બાળ તું ગૌરવ વંતુ.
આજ અહીં , કાલ તહીં જગ ફરી વળી,
ગહેકાવ આનંદ આ કુંજમા, જોમ ભરી,
કેમ ન ખીલે ગુલઝાર, ચોગમ તુજ વળી !

અકબંધ છે હજી ગૌરવગાથા, નથી બળી,
તો પછી અવશેષોની શું આ મારામારી ?
આશ છે જીંદગી ઍક, જીવ બાથ ભરી,
પછી મળે ન મળે જીંદગી આવી ફરી...

પર્વતની ટોચે ખિલ્યુ ઍક ગુલાબ....

- કૌશિક ઍસ પટેલ.

Tuesday, October 20, 2009

મારી હથેળીને........



મારી હથેળીને વ્હાલમના સાથથી સજાવી તો દે.
ઉર ભીની ઉર્મિઓની ધારા જરા સહેલાવી તો દે.
અંતરના ઉંડાણથી વ્હાલમના દીદાર જરી ;
ઓ આંખલડી તુજ થકી છલકાવી તો દે,
મારી હથેળીને.......

ગાંડી બની છે આ સરીતા જોને આજ તો !
ઍના અંતરની ભીનાશ મેહસૂસ કરાવી તો દે !
વૃક્ષો પણ જાણે બહેકી ઉઠ્યા છે આજ તો !
ઍના વસંતની મહેકમાં મહેકાવી તો દે.
મારી હથેળીને........

પળો આ વીતી જતી સાવ જોને ઍકાંતની ,
મને મારા વ્હાલમની પ્રિતમાં બહેકાવી તો દે.
માણી રહુ છુ પ્રેમ ઍનો તન્મય બની,
ઓ ! સંજોગો મને વ્હાલમના સાથથી મિલાવી તો દે.
મારી હથેળીને........

- કૌશિક ઍસ પટેલ.



Monday, October 19, 2009

' પ્રેમ થી ડરી ગયો છુ... '


રસ્તા ઉપરનો કોઈ પત્થર બની ગયો છુ ,
આવતા - જતા ની સાવ થોકરે ચઢી ગયો છુ.

કેહતિ હતી સાથ ચાલશું આ પ્રેમ પંથકે ,
ને બસ હવે તો અડધે જતાં જ થાકી ગયો છુ.

જાણે લાગતી હતી ઍ ધરા પ્રણયભીની ,
ને હવે ઉર ભીની ઉર્મિઓથી સાવ વસૂકી ગયો છુ.

સોચ્યું હતું પરવાને ચઢશે આ પ્રીતડી ,
ને ઍ પરવાને પરવાનો થઈ જલિ ગયો છુ.

આશ હતી તુજ પ્રીતમાં ઉંડા ઉતરવાની ,
ને બસ હવે તો ગહેરાઈઓથી ડરી ગયો છુ.

બસ, લોકો કહે છે કે પ્રેમઘેલો થયો છુ,
'પાગલ' આ લોકો , હવે પ્રેમથી ડરી ગયો છુ.

-કૌશિક ઍસ પટેલ.
(વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવસિટી ૩૬ મી પાદપૂર્તી સ્પર્ધામાં લખેલ)

Monday, October 5, 2009

રાજનીતિ


લાગણીનુ પણ જતન કરવુ પડે.
કરોડોની આ જનતાનુ પોસ્ટમોર્ટમ કરવુ પડે !

સમય પાક્યો છે હવે મોસમનો ,
ચૂટણીનો થોડો તો પ્રચાર કરવો પડે !

સરકી જશે જો પાયા તો ... ?
તેનુ પણ રક્ષણ કરવુ પડે !

શુ કહુ ભઈ આ તો રાજનીતિ.....
અહીં નુ તહિ - તહિ નુ અહીં કરવું પડે !

નહી તો કોને પડી છે આ બધાની...
અહીં તો પેહલા પોતાનુ જ કરવું પડે !

જાય બધા જહ્ન્નુમમાં .....
આથી વિશેષ શું કહું....?

આ તો દેખાવ ખાતર પણ જનતામાં ....
લાગણીનું જતન કરવું પડે ...!!

- કૌશિક ઍસ પટેલ
(વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવસિટી ૩૬ મી પાદપૂર્તી સ્પર્ધામાં લખેલ)